Diwali 2023: સમગ્ર વિશ્વમાં રામ રાજ્ય એટલે કે પ્રેમ રાજ્યની સ્થાપનાનો સંદેશ આપતા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા - પ્રેમ રાજ્ય

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 10:06 PM IST

પોરબંદરઃ દેશભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રમુખ પર્વ દિવાળીની ઉજવણી થઈ રહી છે. આ દિવાળી પર્વે પોરબંદર સ્થિત સાંદિપની આશ્રમના સ્થાપક તથા સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ  દિવાળી અને નૂતનવર્ષના શુભાશિષ આપ્યા છે. તેમણે સમગ્ર વિશ્વમાં રામ રાજ્ય એટલે કે પ્રેમ રાજ્ય સ્થપાય તેવો સંદેશ આપ્યો છે. દિવાળીએ વિવિધ પૂજનનો મહિમા સમજાવતા તેમણે જણાવ્યું કે દિવાળીમાં ચોપડા પૂજન, શારદા પૂજન, મહાલક્ષ્મીજી પૂજન આપણે કરીએ છીએ પરંતુ લક્ષ્મી ત્યારે વધારે પ્રસન્ન હોય છે જ્યારે ભગવાન વિષ્ણુની સાથે એ બિરાજતા હોય છે. સત્ય રહિત સંપત્તિ અને સત્ય રહિત ધર્મ એ કદાપિ કલ્યાણ ન કરી શકે. ક્યાંક ને ક્યાંક ભૌતિકતા અત્યંત વધતી જાય છે, ભૌતિકતા નો વિરોધ નથી  સમગ્ર વિશ્વની અંદર એક સંઘર્ષ ચાલી રહ્યો છે. દુનિયાના દેશો આપસમાં લડે છે જેમાં ક્યાંક ને ક્યાંક માનવતા મરે છે ત્યારે દિવાળી પર્વે આપણે પ્રેમ અને આશાના એવા દીવા પ્રગટાવીએ કે સમગ્ર વિશ્વમાં રામ રાજ્ય એટલે કે પ્રેમ રાજ્યની સ્થાપના થાય. નૂતન વર્ષનો સૂર્ય આપની અંદર આ સંકલ્પોની પૂરતી ઊર્જા આશીર્વાદના રૂપે આપી ઉદીત થાય તેવી ભાવના સાથે આપ સૌને દિપાવલીની શુભકામના સહ નૂતન વર્ષા અભિનંદન  

  1. Diwali 2023: અક્ષરધામ મંદિરને દિવાળી નિમિતે 10,000 દીવાથી શણગારવામાં આવ્યું, સ્વામિનારાયણ ભગવાનની 49 ફિટ ઊંચી પ્રતિમા સ્થપાશે
  2. Ayodhya Deepotsav 2023: ભગવાન રામની નગરી 24 લાખ દીવાઓથી ઝળહળી ઉઠી, નવો રેકોર્ડ બન્યો, CM યોગીએ મા સરયૂની આરતી કરી

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.