Diwali 2023 : જામનગરમાં રિદ્ધિ શેઠે ચંદ્રયાન થીમ પર બનાવી અદભૂત રંગોળી, સાંસદ પૂનમ માડમે કર્યા ભરપૂર વખાણ - ચંદ્રયાન થીમ
🎬 Watch Now: Feature Video
Published : Nov 10, 2023, 7:46 PM IST
જામનગર : ચંદ્ર પર ભારતનો સૂર્યોદય ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાથે થયો હતો. દક્ષિણ ધ્રૂવ પર પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ સિદ્ધિનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું હતું. સાંસદ પૂનમ માડમે રિદ્ધિ શેઠ દ્વારા બનાવવામાં આવેલી ચંદ્રયાન રંગોળી નિહાળવા મુલાકાત લીધી હતી અને રિદ્ધિ શેઠને પ્રોત્સાહન મળે તે માટે તેમના કાર્યના વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું કે અંતરિક્ષમાં ભારતની આ ઐતિહાસિક ઉપલબ્ધિને વિષય વસ્તુ બનાવીને દર વર્ષની જેમ રંગોળી કલાકાર રિદ્ધિ શેઠે અતિવાસ્તવિક રંગોળીનું આલેખન કર્યું છે. ભારત દેશની આ સફળતાનું આલેખન રંગોળી દ્વારા કરી કલાકાર રિદ્ધિ શેઠે પોતાની આ અનુઠી કલા દ્વારા ઈસરો સહિત દેશના તમામ વૈજ્ઞાનિકોને અને આ અભિયાનમાં ફાળો આપનાર દરેક વ્યક્તિને દિલો જાનથી શુભેચ્છા પાઠવી છે. સામાન્ય ચિરોડી રંગો વડે લગભગ પંદર દિવસ અને કલાકોની મહેનત બાદ છ ફૂટ બાય ચાર ફૂટની આ રંગોળી આકાર પામી છે. છેલ્લા લગભગ દસ- બાર વરસથી જામનગર ખાતે વિવિધ વિષયવસ્તુ પર રંગોળી રિદ્ધિ સેઠ દ્વારા બનાવવામાં આવે છે..
DIWALI RANGOLI 2023: દિવાળી પર તમે બનાવેલી સુંદર રંગોળી તમારા ઘર અને આંગણાની સુંદરતામાં વધારો કરશે