ધારાસભ્યએ ચીફ ઓફિસરના ઘરે ધરણા કરીને કર્યો હલ્લાબોલ - પાટણમાં ધારાસભ્યોએ ધરણાં કર્યા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 5, 2022, 11:53 AM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપના વર્તમાન શાસકોની વહીવટી બિન કુશળતાના કારણે શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે. શહેરમાં દિવસે દિવસે શહેરીજનોની સમસ્યાઓ ઘટવાને બદલે વધી રહી છે. ભારે વરસાદને પગલે વિવિધ માર્ગો બિસ્માર બન્યો છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 7માં આવેલ કુલડીવાસ જવાના મુખ્ય માર્ગ ઉપર ગટરમાં ભંગાણ સર્જાતા 7 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો હતો. જેના કારણે આ માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરાયો છે. તેમજ ભૂગર્ભ ગટરનું દુષિત અને ગંદુ પાણી માર્ગ ઉપર રેલાતા આ વિસ્તારના રહીશો અને દુકાનદારોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે. તો મકાનોના પાયામાં પણ આ પાણી ઘુસી રહ્યું છે. તેમ છતાં ભુવાનું પુરાણ અને ગટર લાઈનનું સમારકામ નગરપાલિકા તંત્ર દ્વારા ગોકળગતીએ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારમાં રહીશોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે, ત્યારે આ મુદ્દાને લઈને ત્રણ દિવસ અગાઉ વિસ્તારના લોકોએ કોંગ્રેસના સભ્યોને સાથે રાખી ભૂગર્ભ ગટરના ચેરમેનનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ બે દિવસમાં કામગીરી પૂર્ણ કરવા માટેનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરી મુખ્ય માર્ગ ઉપર પડેલ ભુવાનું અને ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ નહીં કરાતા ના છૂટકે ગતરોજ મોડી રાત્રે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વિસ્તારના રહીશોને સાથે રાખી રેલી યોજી ચીફ ઓફિસરના ઘેર જઈ ધરણા પર ઉતરી રામધૂન બોલાવી હલ્લાબોલ મહતો. ધારાસભ્યના હલ્લાબોલથી જિલ્લા કલેકટરના આદેશથી મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોડી રાત્રે કુલડીવાસના માર્ગ પર પડેલ ભુવાનું પુરાણ અને ગટર રીપેરીંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. dharna at Chief Officer house staged MLAs in Patan, Patan Municipal operation, bad Roads in Patna, Drainage repairing works in Patan
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.