સુરત પોલીસે કર્યું DGP કપ વોલીબોલ સ્પર્ધાનું આયોજન, રેન્જની પોલીસ ટીમો લેશે ભાગ - સુરત પોલીસ કમિશનર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 17, 2022, 9:16 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

સુરત શહેરની પોલીસ દ્વારા ડીજીપી કપ વોલીબોલ સ્પર્ધાનું (DGP Cup Volleyball Competition Surat) આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં તારીખ 17થી 19 ઓક્ટોબર 2022 દરમિયાન રાખવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેર અને રેન્જની પોલીસ ટીમો ભાગ લેશે. આ આયોજનમાં 6 મહિલા અને 12 પુરોષોની એમ કુલ 18 ટીમોએ ભાગ લીધો છે. 16 ટીમોના ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા છે. આ અંગે સુરત પોલીસ કમિશનર (Surat Police Commissioner) અજય તોમરે જણાવ્યું હતું, પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખાસ કરીને ફિઝિકલ ફિટનેસ ખૂબ જ જરૂરી હોય છે. પોલીસ 24 કલાક 365 દિવસ સમાજની સુરક્ષા માટે ખડે પગે હોય છે. શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવું ખૂબ જ જરૂરી છે. જેથી આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.