કાર્તિક પૂર્ણિમાના એક દિવસ પહેલા ઉજવવામાં આવી દેવ દીપાવલી, જાણો કેમ - વી દેવ દીપાવલી 2022
🎬 Watch Now: Feature Video
વારાણસી : વારાણસીમાં દેવ દીપાવલીની (dev deepawali festival 2022) ઉજવણી કરવામાં આવી હતી. આ માટે શ્રીકાશી વિશ્વનાથ મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. 8 નવેમ્બરે ચંદ્રગ્રહણના કારણે દેવ દીપાવલીનો તહેવાર 7 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મમાં કાર્તિક પૂર્ણિમા તિથિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે, આ તિથિએ દેવાધિદેવ મહાદેવજીએ ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો અને શિવના આશીર્વાદથી દુર્ગારૂપિણી પાર્વતીએ મહિષાસુરને મારવાની શક્તિ પ્રાપ્ત કરી હતી. આ દિવસે ભગવાન વિષ્ણુએ સાંજે મત્સ્યાવતારના રૂપમાં અવતાર લીધો હતો.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST