Chandrayaan 3 Theme : ચંદ્રયાન ત્રણના સફળ લોન્ચિંગ માટે ચંદ્રયાન થીમ પર મહાદેવનો શણગાર - ચંદ્રયાન ત્રણ લોન્ચિંગ
🎬 Watch Now: Feature Video
Published : Aug 22, 2023, 4:04 PM IST
જામનગર : જામનગરની જયંત સોસાયટીમાં મહાદેવજીને ચંદ્રયાન 3નો શણગાર મહાદેવને કરાયો છે. ચંદ્રયાન ત્રણના સફળ લોન્ચિંગ માટે મોટી સંખ્યામાં લોકોએ અહીં મહાદેવને પ્રાર્થના કરી હતી. 15 યુવકોએ 17 દિવસમાં મહાદેવને ચંદ્રયાન 3 નો શણગાર બનાવ્યો હતો. સોમનાથ મહાદેવને લોકોએ ચંદ્રયાન 3 સફળ થાય તે પ્રાર્થના કરવામાં આવી છે. શ્રાવણ મહિનામાં તમામ મહાદેવ મંદિરોમાં અલગ અલગ શણગાર કરવામાં આવી રહ્યાં છે ત્યારે આ શણગારે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ચંદ્રયાન ત્રણ થીમ પર મહાદેવના શણગાર કરનાર યુવકો જણાવી રહ્યા છે કે તેઓએ વિવિધ પ્રકારના વપરાતા સાધનોનો ઉપયોગ કર્યો છે અને આબેહૂબ ચંદ્રયાનની પ્રતિકૃતિમાં મહાદેવની ઝાંખી કરવામાં આવી છે.
ચંદ્રયાન ત્રણ લોન્ચિંગ સફળ થવા પ્રાર્થના : પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે છોટા કાશી કહેવાતા જામનગરમાં અનેક શિવ મંદિરોમાં વિવિધ પ્રકારના શણગારો કરવામાં આવી રહ્યા છે. ક્યાંક મહાદેવને ફૂલોનો શણગાર હોય છે તો ક્યાંક મહાદેવને વિવિધ પ્રકારના શૃંગારોનો શણગાર તેમજ અન્નકૂટ પણ ભરવામાં આવી રહ્યો છે. ત્યારે જૈન વિસ્તારમાં આવેલા જૈન સોસાયટીમાં સોમનાથ મહાદેવના મંદિરમાં ચંદ્રયાન ત્રણ લોન્ચિંગ સફળ થાય તે માટે સોમનાથ મહાદેવ મંદિરના ભક્તોએ ચંદ્રયાન થીમ પર મહાદેવનો શણગાર કર્યો છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં અને તમામ લોકોએ ચંદ્રયાન સફળ લોન્ચિંગ થાય તે માટે પ્રાર્થના કરી હતી. અન્ય સિટીની સરખામણીમાં જામનગરમાં સૌથી વધુ મહાદેવના મંદિરો આવેલા છે જેના કારણે જામનગરને છોટા કાશી કહેવામાં આવે છે.
- Chandrayaan-3 Landing News: ચંદ્રયાન-3 લેન્ડિંગનું જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓ શાળામાં જોઈ શકે તે માટે શાળાઓ સાંજે 6:15 કલાક સુધી ખુલ્લી રહેશે
- Chandrayaan-3 Update : ચંદ્રયાન-3 ની સફળતા ભારતને વૈશ્વિક શક્તિ બનાવશે - ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક મનીષ પુરોહિત
- chandrayaan 3 moon landing Process : ચંદ્રયાન -3 ની ચંદ્ર પર ઉતરાણની પ્રક્રિયા 'અત્યંત જટિલ' હશે : ભૂતપૂર્વ ISRO વડા માધવન નાયર