કેશોદ સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓની બેદરકારથી યુવાનનું મોત, આ હતી ઘટના - Talodara village of Mangarol

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 28, 2022, 9:12 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

જૂનાગઢ કેશોદ સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓની બેદરકારથી એક યુવાનનું મોત થયું છે. કેશોદ સરકારી હોસ્પિટલના કર્મચારીઓની બેદરકારીના કારણે ઇજાગ્રસ્ત વ્યકિતનું મોત થયું હોવાના આક્ષેપો લોકો લગાવી રહ્યા છે. કેફી પીણું પીને અગાસી પર આંટા મારી રહ્યા હતા તે દરમિયાન અચાનક નિચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર પ્રવિણ પી પટેલે જણાવ્યું હતું કે, કર્મચારીઓએ આ ઇજાગ્રસ્ત દર્દીની સારવાર કરવાને બદલે તેને સ્ટ્રેચરની મારફતે બહાર ફેકી દીધો હતો અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું. દર્દીનું મોત થતા સ્થાનીક લોકોએ સરકારી હોસ્પિટલના કર્મચારીઓ વિરૂધ્ધ આક્રોષ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલના ઓક્સીજન પ્લાન્ટ નજીક દર્દીનો મૃતદેહ પડ્યો હતો. મૃતદેહને જોવા માટે લોકોનું ટોળું એકત્ર થયું હતું. આ ધટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિ શ્રીનાથજી માર્કેટના ઉપલા માળેથી પટકાયા હતા. યુવક જે જગ્યાએથી પટકાયો હતો, ત્યાંથી કેફી પદાર્થ મળી આવ્યો હતો. સ્થાનીકોએ જણાવ્યું હતું કે, યુવક માંગરોળના તલોદરા ગામનો રહેવાસી છે અને તેનું નામ હિતેષ હાજાભાઇ ભરડા છે. યુવકને કયા કારણોસર હોસ્પિટલના કર્મચારીઓ બહાર ફેક્યો તે અંગે માહિતી મળતા જાણવા મળ્યું છે કે, દર્દી સારવાર દરમિયાન સ્ટાફ સાથે ગેર વર્તન કરતો હતો અને સારવારમાં ખલેલ પહોંચાડ્તો હતો. આ કારણોસર હોસ્પિટલના સ્ટાફે તેને બહાર ફેંકી દિધો હતો. Keshod Government Hospital Junagadh Young Man died due to negligence of employees Employees of Keshod Government Hospital Talodara village of Mangarol Keshod Government Hospital Junagadh
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.