Cyclone Biparjoy : કચ્છી ભાષામાં કલેક્ટરે વાવાઝોડાની મુશ્કેલી સામે તંત્રને સાથ આપવા લોકોને અપીલ કરી - કચ્છ બિપરજોય વાવાઝોડા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18744062-thumbnail-16x9-collector.jpg)
કચ્છ : સંભવિત ચક્રવાત બિપરજોય સામે સાવધાની રાખવા અંગે કચ્છ કલેકટર અમિત અરોરાની નાગરીકોને વિડિયો મારફતે અપીલ કરી છે. જેમાં દરિયા કાંઠાના લોકોને શેલ્ટર હોમમાં આશ્રય લેવા માટે અનુરોધ કર્યો છે. તો તેમને શેલ્ટર હોમમાં રહેવાની, ભોજન, આરોગ્યની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેવું જણાવી સાવચેતી રાખવા માટે અનુરોધ કર્યો છે. સાથે જ દરિયા કિનારાના 10 કિલોમીટર સુધીના લોકોને સમયસર શેલ્ટર હોમમાં સહારો લેવા અપીલ પણ કરી હતી. આગાહી મુજબ જિલ્લામાં ઝડપથી પવન ફૂંકાશે તેમજ વરસાદ પડશે માટે સાવચેતીના પગલાં લેવા લોકોને જણાવ્યું હતું. આવા સમયે વહીવટી તંત્રને સાથ આપવા માટે કચ્છીમાં ભાષામાં બોલીને અપીલ પણ કરી હતી.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.
- Cyclone Biparjoy : કચ્છમાં વાવાઝોડાની પુર્વ તૈયારીઓને લઈને માંડવીયાએ કરી ચર્ચા, 2 લાખ પશુઓને ખસેડવા કામગીરી હાથ ધરાશે
- Biparjoy Cyclone : રાજકોટમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ, 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે
- Cyclone Biparjoy : વાવાઝોડાના ઉછળતા મોજા વચ્ચે ઊંચા કોટડામાં ચામુંડાના દરવાજા ખુલ્લા, જૂઓ દરિયાકિનારેથી ગ્રાઉન્ડ રિપોર્ટ