Cyclone Biparjoy Landfall Impact: બિપરજોય વાવાઝોડું લખપત તરફ ગયું, અબડાસામાં તોફાની પવન સાથે વરસાદ યથાવત - બિપરજોય વાવાઝોડું લખપત તરફ ગયું
🎬 Watch Now: Feature Video
કચ્છ: વાવાઝોડાની અસરને પગલે નલિયામાં હાલ પણ પવન ફૂંકાઈ રહ્યો છે. વહેલી સવારથી વરસાદ પણ ચાલુ છે. અબડાસા તાલુકાના મોથાળાથી ભુજ જતા રસ્તા વચ્ચે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ માર્ગ પર અંદાજીત 100થી વધુ નાના મોટા ઝાડ ધરાશાયી થયા હતા. કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. થયેલા નુકસાનની જાતમાહિતી મેળવવા સીએમ ભુપેન્દ્ર પટેલ પણ કચ્છ આવશે. હાલ NDRF અને તંત્ર કામગીરીમાં જોડાયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઈને આ આગાહી કરવામાં આવી છે. ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે અને 60 કિમીની ઝડપે ભારે પવન ફુંકાવાની સંભાવના છે. સાથે જ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.