Cyclone Biparjoy: સોમનાથના માછીમારોએ દરિયા દેવની કરી પૂજા વાવાઝોડાનું સંકટ દૂર થાય તે માટે કરી પ્રાર્થના
🎬 Watch Now: Feature Video
સોમનાથ: બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વહેલી સવારે સોમનાથ નજીક આવેલા ભીડીયા વિસ્તારના માછીમાર સમાજના લોકોએ દરિયાદેવની પૂજા કરીને વાવાઝોડું નુકસાન વગર પસાર થશે તેવી પ્રાર્થના કરી હતી. ભીડીયાના માછીમાર ધનજીભાઈએ આજે તેના નિત્યક્રમ મુજબ ઘરથી બહાર નીકળીને પ્રથમ વખત દરિયાદેવના દર્શન અને તેની સમક્ષ ઊભા રહીને પૂજા કરી હતી. માછીમાર સમાજમાં દરિયાની પૂજા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. દરિયાને માછીમાર સમાજ દેવ તરીકે પણ પૂજે છે ત્યારે માછીમારોની ચિંતા કરતા દરિયાદેવ તેની રોજગારીને પણ મજબૂતી આપે છે. આ પ્રકારનું દરિયાનું રુદ્ર સ્વરૂપ માછીમારોના પરિવારની સાથે સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરશે તેમજ માછીમાર પરિવારોને રોજગારીના નવા દ્વાર પણ ખોલી આપશે તેવી પ્રાર્થના કરીને વાવાઝોડાનો જે સંકટ ભર્યો સમય આવ્યો છે તે પણ દરિયાદેવ હેમખેમ પસાર કરી આપશે તેવી પ્રાર્થના કરી હતી. આ પહેલા જૂનાગઢ ખાતે પણ દરિયા કિનારાના લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાથી લોકોના ઘર ધરાશાયી થઇ ગયા હોય તેવી ઘટના સામે આવી હતી. આ ગઠનમાં કુલ 6 જેટલાં મકાનો ધરાશાયી થઇ ગયા હતા અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.