પોરબંદર બેઠકઓ ઉપર ભાજપ કોંગ્રેસ આપ સહિત અપક્ષ ઉમેદવારોની ફોર્મ ભરવા ભીડ જામી - Porbandar seats
🎬 Watch Now: Feature Video
પોરબંદર બેઠક પર ભાજમાં બોખીરિયા અને કોંગ્રેસમાં મોઢવાડીયા તો કુતિયાણામાં ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ ફોર્મ ભર્યા છે. વિધાનસભા ચૂંટણી 2022 આવી રહી છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાના કારણે બધા ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જેથી પોરબંદર બેઠક પરથી ભાજપના બાહુબલી ગણાતા નેતા બાબુભાઈ બોખીરીયાએ મોરબીની ઘટના અંગે શોક વ્યક્ત કર્યું હતું. જ્યારે તેની સામે કોંગ્રેસ પક્ષના દિગગજનેતા ગણાતા અર્જુન મોઢવાડિયાએ પણ ફોર્મ ભર્યું હતું. ત્યાર બાદ લોહાણા સમાજ ખાતે પરિવર્તન સભા યોજી હતી. તો કુતિયાણાની બેઠક પર ભાજપ પક્ષમાંથી ઢેલીબેન ઓડેદરાએ મહેર સમાજમાં સમર્થકોને સંબોધિત કરી શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યું હતું. અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપતા હવે તેઓએ સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. Gujarat Assembly Election 2022 Assembly Porbandar seat Gujarat Assembly Elections Assembly seat of Kutiana
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST