વાહ... મગરનું બચ્ચું રસ્તામાં ગાયમાતાના દર્શન કરી વધ્યું આગળ - ગુજરાતમાં વરસાદી અપડેટ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 25, 2022, 11:15 AM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

વડોદરા : વડોદરા શહેરમાં વરસાદની મોસમ જામતા મગરનું બચ્ચું ટહેલવા નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મગર રસ્તાની એક (Crocodile on Road in Vadodara) બાજુ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ચોમાસાની ઋતુમાં પાણી સાથે મગર તણાઇને રહેણાંક વિસ્તારો સુધી પહોંચી જાય છે. જેને કારણે ક્યારેક માણસો અને મગરો સામસામે આવી જવાની ઘટના (Crocodiles in Vadodara in Rainy Weather) સામે આવતી રહે છે. ત્યારે તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં મગર રસ્તો પસાર કરી ડિવાઇડર કુદીને પલાયન થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં કોઇ માણસોની અવર જવર જોવા મળતી નથી. પરંતુ મગર રસ્તો ઓળંગી વખતે ગાય પસાર થઇ રહી છે. બંને પોતાની મસ્તીમાં હોય તેમ વીડિયોમાં સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાક્રમમાં વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.