Rajkot News: કપાસના ખેતરમાં આવી ચડેલ મહાકાય મગરમચ્છનું રેસ્ક્યૂ - rescued and left in forest
🎬 Watch Now: Feature Video
Published : Oct 11, 2023, 1:51 PM IST
ધોરાજીના: પાટણવાવમાં આવેલ ખેતરની અંદર મહાકાય મગરમચ્છ જોવા મળ્યો હતો. મગરમચ્છ જોવા મળતા ખેડૂતમાં ભય ફેલાયો હતો. આ મામલે જાણ થતા સરપંચ તેમજ ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી આવી હતી. મહાકાય મગરમચ્છનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી દીધી હતી. ત્યારે ખેડૂત સરપંચ તેમજ ફોરેસ્ટના કર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મગરમચ્છનું રેસ્ક્યુ: આ બનાવ અંગે પાટણવાવ ગામના સરપંચ પ્રવીણભાઈ પેથાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ગામના ખેડૂતના ખેતરમાં એક મહાકાય મગરમચ્છ દેખાયો હોવાનું ખેડૂતે જણાવતાં ખેતર ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતે ધોરાજી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમના કર્મીઓ પણ ખેતરમાં દોડી આવ્યા હતા. મહાકાય મગરમચ્છનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો છે.
ધોરાજી ફોરેસ્ટ અધિકારી નિહારિકા પંડ્યાએ જણાવ્યું હતું કે, પાટણવાવના ભગાભાઈ રામજીભાઈ સાવલિયાના ખેતરમાં રહેલ 7 ફૂટના મગરમચ્છનું અંદાજિત બે કલાકના રેસ્ક્યુ બાદ બહાર કઢાયો હતો. તેમને ફોરેસ્ટ વેટ લેન્ડમાં મુક્ત કરવામાં આવ્યો છે.