ગૌશાળા પાંજરાપોળને સહાયની જાહેરાતને છ માસ, કોઈ પ્રતિસાદ ન મળતા શરૂ થયું આંદોલન - Rally from Deesa Risala temple

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 21, 2022, 9:41 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

બનાસકાંઠા ડીસામાં ગૌશાળા પાંજરાપોળોને ગુજરાત સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યાના છ માસ થયા બાદ સહાય ન મળતા (No payment despite provision of assistance ) ગૌશાળા પાંજરાપોળ સંચાલકો (Cowshed Managers Protest in Deesa) સહિત ગૌ પ્રેમીઓએ રેલી (Rally from Deesa Risala temple) યોજી હતી. આ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. મોટાભાગના વેપારી એસોસિએશને બંધને ટેકો આપતા શહેરના અન્ય બજારો પણ બંધ રહ્યા હતા. જોકે છ માસ બાદ હજુ પણ સરકારે સહાય પેટે એક પણ રૂપિયો ન પાંજરાપોળના સંચાલકોએ ગૌમાતાઓના લાભાર્થે આંદોલન શરૂ કર્યું છે. ગૌશાળા પાંજરાપોળ સંચાલકો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે સતત સરકારનું ધ્યાન દોરવા છતાં સરકારના પેટનું પાણી ન હલતા રાજ્યભરની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ગૌમાતાઓના લાભાર્થે આંદોલન (Cowshed Managers Protest in Deesa) શરૂ કર્યું છે. આ ઉપરાંત વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો એ પણ બંધને પોતાનું સમર્થન આપ્યુ હતુ. હાલમાં ગુજરાતમાં કચ્છ બાદ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે જેમાં 80,000 જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ બંધના એલાનને સારો પ્રતિસાદ (Support cowsheds Provision in budget ) મળ્યો હતો. ડીસામાં આજે ગૌશાળા અને પાંજરાપોળમાં સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તે માટે જલારામ મંદિર પાસે તમામ ગૌ પ્રેમીઓએ રોડ પર બેસી ભજન કીર્તન કર્યા હતા. જે ડીસામાં મોટાભાગના વેપારી એસોશિએેશન એ બંધને ટેકો જાહેર કરતા સમગ્ર શહેરના બજારો બંધ રહ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.