કોરોના માથુ ઉચકી રહ્યો છે ત્યારે કેટલી સજ્જ છે જામનગરની જીજી હોસ્પિટલ ?
🎬 Watch Now: Feature Video
Published : Dec 20, 2023, 7:01 PM IST
જામનગરઃ ભારત અને ગુજરાતમાં કોરોનાએ દેખા દીધી છે. સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલમાંની એક હોસ્પિટલ એટલે જામનગરની જીજી હોસ્પિટલ. આ હોસ્પિટલ કોરોનાને માત આપવા કેટલી સજ્જ છે તેના વિશે જાણીએ. કોરોનાની અગાઉની લહેરમાં દરેક હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર્સ અને બેડ્સ ખૂટી પડ્યા હતા. આ વખતે કોરોના સામે લડવા માટે જીજી હોસ્પિટલે તકેદારીના ભાગરુપે કેટલીક વ્યવસ્થા કરી લીધી છે. જેમાં 300 જેટલા વેન્ટિલેટર્સ, 50 બેડનો સ્પેશિયલ ઈમરજન્સી વોર્ડ અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો સમાવેશ થાય છે. જીજી હોસ્પિટલમાં ગઈકાલે જ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તાલીમબદ્ધ કુશળ સ્ટાફે યોગ્ય પર્ફોર્મન્સ આપ્યું હતું. અગાઉ પણ કોરોનાના દર્દીઓએ જીજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જેમાં મોટાભાગના દર્દીઓને કોરોના સામે લડવા માટે પૂરતી સારવાર આપીને હોસ્પિટલ તેમનો જીવ બચાવવામાં સફળ રહી હતી.
કોરોના સામે લડવા માટે જીજી હોસ્પિટલ પૂરી રીતે તૈયાર છે. જેમાં 300 જેટલા વેન્ટિલેટર્સ, 50 બેડનો સ્પેશિયલ ઈમરજન્સી વોર્ડ અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો સમાવેશ થાય છે. હોસ્પિટલના તમામ ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને સઘન તાલીમ આપવામાં આવી છે જેથી કોરોના સામે યોગ્ય લડત આપી શકાય...હેમાંગ વસાવડા(સીનિયર ડૉક્ટર, જીજી હોસ્પિટલ, જામનગર)