Controversial statement of Morari Bapu : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરારી બાપુનું રામકથામાં વિવાદિત નિવેદન સામે આવ્યું - મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના
🎬 Watch Now: Feature Video
Published : Oct 8, 2023, 10:12 PM IST
મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતોની આત્માની શાંતિ અર્થે મોરબીના કબીર આશ્રમ ખાતે પૂજ્ય મોરારી બાપુની શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથાનું રસપાન કરાવતા આજે વ્યાસપીઠ પરથી પૂજ્ય મોરારી બાપુએ વિવાદિત નિવેદન આપ્યું હતું. જેથી મોરબીમાં અલગ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. મૃતકોના પરિવારના ઘરે ગયા ત્યારે પરિવારે જે બનવા કાળ હતું તે બની ગયું, જેલમાં બંધ હોય તે પણ પરિવાર સાથે દિવાળી ઉજવે તેવી મૃતકોના પરિવારે ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે મોરારી બાપુએ જણાવ્યું હતું કે, કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે કોમેન્ટ ન કરી શકીએ પરંતુ સાધુ તરીકે બદલાતા વિચારોની નોંધ લીધી છે.
ધીરુ સરવૈયાનો વિડિયો પણ વાયરલ થયો હતો : મોરારી બાપુની રામકથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં ધીરૂભાઈ સરવૈયા પણ અગાઉ આવ્યા હતા. જેને ઓરપેટનો અર્થ સમજાવ્યો હતો, તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ધીરૂભાઈ સરવૈયા ઓરપેટનો અર્થ સમજાવતા જણાવે છે કે, ઓરોનું પેટ ભરે તેને ઓરપેટ કહેવાય છે. જે મેસેજ જયસુખ પટેલ જેલમાં બંધ હોવાના સંદર્ભે બોલ્યા હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયા છે.
લોકોએ વિરોધ નોંધાવ્યો : મોરારી બાપુના નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે સંસ્થા મૃતકોના પરિવારો જોડાયેલ છે અને મૃતકોને ન્યાય મળે માટે સંસ્થા કાર્યરત છે. મોરબીમાં ચાલી રહેલ મોરારી બાપુની કથામાં તેઓએ આરોપીને જેલમાંથી છોડી દેવા જોઈએ તેવું એક પીડિત પરિવારમાંથી કોઈ તેમને કહે છે, તેવું નિવેદન આપ્યું છે. ત્યારે ટ્રેજેડી વિક્ટીમ એસોએ જણાવ્યું છે કે, કોઈ એક વ્યક્તિના કહેવાથી વાસ્તવિકતા બદલી જવાની નથી. આવા જધન્ય અપરાધના આરોપીને દિવાળી મનાવવા છોડી દેવા જોઈએ એવા વાહિયાત નિવેદન આપી સમગ્ર સમાજને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરે છે.
TAGGED:
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના