જામનગર પત્રકાર પરિષદમાં કોંગી નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહાર - Shakti Singh Gohil PC at Jamnagar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16831108-thumbnail-3x2-jamm.jpg)
જામનગર: આજ રોજ કોંગ્રેસની પરિવર્તન યાત્રા જામનગર આવી પહોંચી છે, ત્યારે રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ (Press conference of Shaktisinh Gohil) યોજી હતી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર (Congress leader Shaktisinh Gohil attacked BJP in Jamnagar) કર્યા છે. શકિતસિંહે જાલિયા દેવાણી ગામે મૃતકોના સ્વજનોને સાંત્વના પણ પાઠવી. ભાજપ પર શક્તિસિંહ ગોહેલ કર્યા હતા આકરા પ્રહાર કહ્યું, ભાજપ ચૂંટણી સમયે જુમલાબાજી કરે છે, મોરબીની ઘટના અતિ કરુણ ઘટના છે. જનતા સામે વ્યાજબી મુદા રાખવા કોંગ્રેસનો ધર્મ છે. સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ મોરબી ઘટનાની તપાસ કરે તેવી માંગ પણ કરી છે. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે. ત્રીજો પક્ષ ક્યારેય ગુજરાતમાં સફળ થયો નથી. તેમણે કહ્યું, હિમાચલમાં જ્યારે ચૂંટણી જાહેર કરી ત્યારે જ ગુજરાતમાં ચૂંટણી જાહેર કરવી જોઈતી હતી. મોંઘવારી,બેરોજગારી,પેપર લીક સહિતના મુદાઓથી લોકો પરેશાન છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST