સૌરાષ્ટ્રમાં EVM ખરાબની ફરિયાદ, બીજા EVM મૂકવામાં વિલંબ થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ - બીજા EVM મૂકવામાં વિલંબ
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )માટે પ્રથમ તબક્કાના મતદાનની પ્રક્રિયા ( First Phase Election 2022 ) ચાલી રહી છે. તેવામાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં EVM ખરાબની ફરિયાદ (Complaint of faulty EVM in Saurashtra ) ઉઠી છે. સાથે બીજા EVM મૂકવામાં વિલંબ થતો હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ છે. ગુજરાત વિધાનસભાની વર્ષ 2022 સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાને મતદાન પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી છે. 19 જિલ્લાની 89 બેઠકો ઉપર સવારે આઠ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને અત્યારે વાત કરવામાં આવે તો બપોરના 12:00 વાગ્યાની આસપાસ અનેક મતદાન મથકો ઉપર લાંબી લાઈનો પણ જોવા મળી હતી. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ (Congress Spokesperson Alok Sharma ) ગાંધીનગર ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ ( Complaint to Gandhinagar Election Commission ) કરી છે. લેખિતમાં ફરિયાદ કર્યા બાદ આલોક શર્માએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઇવીએમ મશીન બગાડવાની ફરિયાદ આવી છે અને 50 જેટલી જગ્યા ઉપર ઇવીએમ મશીન બગડ્યા છે ત્યારે મશીન બગડી ગયા બાદ તેને તાત્કાલિક ધોરણે બદલવા માટે પણ કલાકનો સમય થઈ રહ્યો છે. લોકોને મતદાન કરવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ લેખિતમાં કરી હતી. આ ઉપરાંત અમુક મીડિયા હાઉસ ભાજપ તરફી પોલ બતાવી રહ્યા છે. આ તમામ બાબતે રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે..
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST