CM Bhupendra Patel : વિક્રમ સંવત 2080ના પ્રારંભે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી સેવા, વૃદ્ધાશ્રમમાં ભોજન આપ્યું - વડીલોની સેવા
🎬 Watch Now: Feature Video
Published : Nov 14, 2023, 5:13 PM IST
અમદાવાદ : આજે નવા વર્ષના દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના અમદાવાદના વાડજ સ્થિત વૃદ્ધાશ્રમના વડીલો સાથે મુલાકાત કરી તેમને સ્નેહભાવે ભોજન પીરસ્યું અને સાથે બેસીને ભોજન લીધું. આ તકે તેમણે પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વડીલ વંદનાના ભાવથી આવા 14 જેટલા વિવિધ વૃદ્ધાશ્રમોમાં નૂતન વર્ષે વડીલો માટે સ્વાદિષ્ટ ભોજનના આયોજનનો મને અવસર મળ્યો તે બદલ હર્ષ અને સંતોષની લાગણી અનુભવું છું. ઉલ્લેખનીય છે કે વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષના પ્રારંભે વડીલોની સેવાનું કાર્ય કર્યું હતું. અમદાવાદના જુદા જુદા વૃદ્ધાશ્રમના વડીલો પણ નૂતન વર્ષ દીપાવલિના પર્વમાં સહભાગી થઈને આ દિવસોમાં મિષ્ટાન સહિતનું ભોજન લઈ શકે તેવા ભાવથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તરફથી વિવિધ 14 જેટલા વૃદ્ધાશ્રમોમાં નૂતન વર્ષ દિન નિમિત્તે બપોરનું/સાંજનું ભોજન પૂરું પાડવામાં આવ્યું છે.