1943થી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના સાથે અહીં ઉજવાય છે ગણેશોત્સવ - ગણેશોત્સવ 2022
🎬 Watch Now: Feature Video
નવસારી શહેરમાં 1943થી માટીના ગણેશ સ્થાપનાની ( Clay Idol Of Ganesh From 1943 ) પરંપરા આજે 80માં વર્ષે પણ હીરા મેન્સન વિસ્તારમાં (Clay Ganesha tradition in Navsari Heera Mansion Area ) અકબંધ જોવા મળી રહી છે. 1943ની સાલમાં હીરા મેન્સનમાં રહેતા મરાઠી અને ગુજરાતી પરિવારોએ ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. ત્યારે મૂર્તિને પોતાના મંડપમાં જ બનાવવાની શરૂઆત કરી હતી. સ્થાનિક યુવાનો અને સભ્યો પોતાના હાથેથી માટીની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી જે પરંપરા આજે પણ અકબંધ રહેવા પામી છે. આઝાદી પૂર્વે શરૂ થયેલી આ પરંપરામાં કોટન મિલના કામદારો પણ જે તે સમયે ફંડ ફાળો આપતા હતાં. સમયાંતરે કોટન મીલો બંધ થઇ ગઇ તો પણ હીરા મેન્શનના રહીશો ગણેશ પ્રતિમાના સ્થાપનની પરંપરા જાળવી રાખી છે. અહીં સિદ્ધિવિનાયક મંદિરનું અનેરું મહત્વ છે. મુંબઈના સિદ્ધિ વિનાયક બાદ દક્ષિણ ગુજરાતના સિદ્ધિવિનાયક મંદિર તરીકે હીરા મેન્શનનું મંદિર (Ganesh Temple Of Heera Mansion Navsari ) આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં બાધા રાખવા આવતા મોટાભાગના ભક્તો બાધા પૂર્ણ થતા દાદાના દર્શન અચૂક કરે છે. આજે જ્યારે પર્યાવરણની જાળવણી માટે છેલ્લા કેટલાક વર્ષોથી માટીના ગણેશનો કન્સેપ્ટ ( Eco Friendly Ganesha ) જોવા મળે છે ત્યારે 1943થી માટીના મૂર્તિની પરંપરા ( Ganesh Chaturthi 2022 ) આજે પણ નવસારીમાં અકબંધ રહેવા પામી છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST