AMC સામે વિપક્ષનો ભારે વિરોધ, એસવીપી વિરુદ્ધ વીએસ હોસ્પિટલનો મુદ્દો ઉઠ્યો
🎬 Watch Now: Feature Video
અમદાવાદ કોર્પોરેશન વિપક્ષ ( Ahmedabad Corporation opposition ) દ્વારા કોર્પોરેશન ઓફિસ ખાતે રોડ રસ્તા, ગટર ઉભરાવી, રોગચાળો જેવા પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન ( City Congress protest ) કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ( Congress MLA Imran Khedawala ), ગ્યાસુદીન શેખ પણ હાજર રહ્યાં હતાં. કૉંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ( Congress MLA Gyasuddin Shaikh )જણાવ્યું હતું કે સૌથી ગંભીર મુદ્દો વાડીલાલ હોસ્પિટલનો છે. એસવીપી હોસ્પિટલ ( SVP spital ) ના 800 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે. તેમાં રોજના 100 દર્દી પણ આવતા નથી. વીએસ હોસ્પિટલમાં ગરીબોની સારવાર શરૂ કરવામાં આવે અને જે 800 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેનું કામ પણ શરૂ કરવામાં આવે. તો તેના જવાબમાં અમદાવાદ મેયર કિરીટ પરમાર જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વીએસ હોસ્પિટલ ( VS Hospital )ની અંદર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલનું પણ રીનોવેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST