રાજકોટની માલવિયા કૉલેજમાં પરીક્ષામાં ચોરીનો વીડિયો થયો વાઈરલ - cheating in exams at pd malaviya college
🎬 Watch Now: Feature Video
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર (rajkot Saurashtra University) ફરી એક વાર દાગ લાગ્યો છે. માલવિયા કૉલેજમાં (pd malaviya college rajkot) પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી કાપલી ખોલીને ચોરી (cheating in exams at pd malaviya college) કરતો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં (Saurashtra University in controversy) સપડાઈ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં મોબાઈલ સાથે કાપલી ખોલીને ચોરી કરી રહ્યો છે. જોકે, આ વીડિયો વાઈરલ થતાં યુનિવર્સિટી પર અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. જોકે, આ સમગ્ર મામલે હજી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST