Heavy Rain: વાપી-દમણના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ - વાપી દમણના વાતાવરણમાં પલટો
🎬 Watch Now: Feature Video
Published : Sep 30, 2023, 6:43 PM IST
વાપી: વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશના વિસ્તારમાં શનિવારે બપોર બાદ ભારે પવન ફૂંકાયો હતો. જે બાદ વરસાદી ઝાપટું વરસતા સર્વત્ર વર્તાઈ રહેલા ઉકળાટમાં લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો. સતત 10 મિનિટ સુધી ફૂંકાયેલા ભારે પવનમાં રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. સતત ભારે પવન ફૂંકાતા માર્ગો પર વાહન લઈને નીકળેલા વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત 20 મિનિટ સુધી વરસેલા વરસાદે રસ્તા ભીંજાયા હતાં. રસ્તા પર પાણી વહી નીકળ્યા હતાં. વાતાવરણમાં આવેલા પલટાએ લોકોને ઉકળાટમાંથી રાહત આપતા તમામને ભાદરવામાં ચોમાસાની શરૂઆતનો અનુભવ કરાવ્યો હતો. જો કે, ભારે પવનમાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.