ચંદ્ર ભગવાનને શ્રાપમાંથી મુક્તિ અપાવનાર સોમનાથ મહાદેવને આજે કરાયો ચંદ્ર દર્શન શણગાર - Junagadh Somnath mahadev chandra darshan shangar
🎬 Watch Now: Feature Video
Published : Aug 27, 2023, 10:39 PM IST
|Updated : Aug 28, 2023, 9:22 AM IST
સોમનાથ: સોમનાથ મહાદેવને આજે ચંદન દર્શન શણગારથી સુશોભિત કરાયા હતા. જેના દર્શન કરીને શિવ ભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી. સનાતન ધર્મની પ્રાચીન ધાર્મિક લોકવાયકા મુજબ સોમનાથ મહાદેવના શિવલિંગની સ્થાપના ચંદ્ર ભગવાન દ્વારા કરવામાં આવી હોવાની પૌરાણિક માન્યતા આજે પણ જોવા મળે છે. જેથી ચંદ્ર ભગવાન દ્વારા શિવલિંગનું સ્થાપન કરાયું હોવાને કારણે તેને સોમેશ્વર મહાદેવ તરીકે પણ પુજવામાં આવે છે. ચંદ્ર ભગવાન જ્યારે શ્રાપિત બન્યા ત્યારે શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે પ્રભાસ તીર્થક્ષેત્રની ભૂમિમાં દેવાધિદેવ મહાદેવની સોમેશ્વર રૂપે સ્થાપના કરીને તેની કઠોર તપશ્ચર્યા અને પૂજા કરી હતી. ત્યાર બાદ ભગવાન ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળી હતી. ત્યારે આજે શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવને ચંદન દર્શન શણગારથી શોભાયમાન કરાયા હતા.
TAGGED:
Somnath Mahadev