પટનામાં મુસાફરોથી ભરેલી ડૂબતી બોટનો વીડિયો થયો વાયરલ, જૂઓ વીડિયો - પટનામાં ગંગા નદીમાં બોટ પલટી ગઈ
🎬 Watch Now: Feature Video
બિહાર: બિહારની રાજધાની પટનામાં મનેરના શેરપુર મંદિર પાસે ગંગા નદીમાં મુસાફરોથી ભરેલી બે બોટ અથડાઈ હતી. જેમાં એક બોટ ડૂબી ગઈ હતી. બોટમાં સવાર 55 જેટલા લોકો ઘાસચારો લેવા ગયા હતા. ઘાસ લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક શેરપુરની સામે ગંગા નદીની વચ્ચોવચ બોટ પલટી જતા હોડીમાં સવાર તમામ લોકો ગંગા નદીમાં કૂદી પડ્યા હતા. જેમાંથી 45 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 10 હજુ પણ લાપતા છે. ગુમ થયેલાઓમાં ખિલાડી રાય, કુમકુમ, પ્રીતિ, આરતી, છથુ રાય અને વાસુદેવ રાયની પુત્રી અને પૂજાના ઘરની એક મહિલા સહિત 10 લોકોમાં સ્ત્રી અને પુરૂષ બંને ગુમ છે. જેની શોધખોળ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, શેરપુર ઘાટથી ગંઘારા ટાપુ સુધી બડા બોટથી ટોર્ચ લાઈટથી લાપતા લોકોની શોધ કરવામાં આવી રહી છે. ગુમ થયેલા લોકો હજુ સુધી મળ્યા નથી. NDRFની ટીમ ગુમ થયેલા લોકોની શોધમાં લાગેલી છે. Patna Boat Accident, Boat sinks in river Ganges in Patna, NDRF team,Boats Collided In Maner
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST