BLACK PANTHER: કર્ણાટકમાં ઘણા મહિનાઓ બાદ દેખાયો 'બ્લેક પેન્થર', જુઓ વીડિયો - નાગરહોલ નેશનલ પાર્ક
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18698789-thumbnail-16x9-.jpg)
કર્ણાટક: મૈસૂરમાં નાગરહોલ નેશનલ પાર્કમાં પ્રવાસીઓએ લાંબા સમય પછી બ્લેક પેન્થર જોયા છે. બ્લેક પેન્થર મુખ્ય આકર્ષણના કેન્દ્રમાં ઘણા મહિનાઓ પછી ફરીથી દેખાયો છે. નાગરહોલ નેશનલ પાર્કના દમનકટ્ટે સફારી સેન્ટરમાં સફારી કરવા ગયેલા કેટલાક પ્રવાસીઓએ બ્લેક પેન્થરને જોયો હતો, જે બાદ તેઓએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ઘણા મહિનાઓ સુધી સફારી પર જતા લોકોએ બ્લેક પેન્થરને જોયો ન હતો. મંગળવારે સફારી પર ગયેલા પ્રવાસીઓ બ્લેક પેન્થરને જોઈને ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લેક પેન્થર ઈજાગ્રસ્ત હાલતમાં હતો, જેના કારણે પ્રવાસીઓ થોડા નિરાશ દેખાતા હતા.