Terrace Garden : આ મહિલાનું ટેરેસ ગાર્ડન કરાવશે 'ફ્લાવર શૉ'ની ઝાંખી, જુઓ વીડિયો... - વેસ્ટમાંથી બેસ્ટ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 11:29 AM IST

નર્મદા : અમદાવાદમાં ચાલી આયોજિત ફ્લાવર શોમાં ગુજરાતભરમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. કેવડિયા ખાતે પણ કરોડો રૂપિયા ખર્ચે વેલી ઓફ ફ્લાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજપીપળાના એક મહિલાએ નજીવા ખર્ચે ઘરના ધાબા પર જ એક ફ્લાવર શો તૈયાર કર્યો છે.

રાજપીપળામાં મહાવિદ્યાલય રોડ પર રહેતા ભાવનાબેન પટેલે કોઈપણ ખાસ તાલીમ વગર ફક્ત ફાર્મીંગના શોખ અને મહેનતથી ટેરેસ ગાર્ડન બનાવ્યું છે. સુંદરતા અને આકર્ષક આયોજન ઉપરાંત આ અનોખું ટેરેસ ગાર્ડન ઘણી વિશેષતા ધરાવે છે. કારણ કે ભાવનાબેને તેલના ખાલી ડબ્બા અને કેન, પાણીની બોટલ તથા કોઈપણ નાની મોટી વસ્તુમાં માટી ભરી તેમાં છોડ રોપી તેની માવજત કરે છે. વેસ્ટમાંથી બેસ્ટ ઉપરાંત આ મહિલા પ્રાકૃતિક ગાર્ડનિંગનો ઉપયોગ કરે છે. કોઈ ફૂલ સુકાઈ જાય તો તેને માટી સાથે મિક્સ કરી ખાતર તરીકે ઉપયોગ કરી ઓર્ગેનિક વાડી તૈયારી કરી છે.

ભાવનાબેનના આ સુંદર ફ્લાવર શોને જોવા માટે સગા-સંબંધીઓ સહિત શહેરના લોકો પણ આવે છે. રમણીય રાજપીપળામાં ભાવનાબેનનું ઘર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં આવતા લોકોને ભાવનાબેન ગાર્ડનિંગની ટીપ્સ સહિત છોડની કલમ પણ આપે છે. ભાવનાબેન પટેલ ભલભલા ગાર્ડનિંગના તજજ્ઞોને પણ શરમાવે છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.