Jamnagar Lok Mela: જન્માષ્ટમી મેળા બાદ જામનગરના કાલાવડ ખાતે ભાતિગર લોકમેળાની રમઝટ
🎬 Watch Now: Feature Video
Published : Sep 14, 2023, 1:50 PM IST
જામનગર: કાલાવડ તાલુકામાં આવેલ નવા રણુજા ગામમાં સુપ્રસિદ્ધ રામદેવજી મહારાજનું મંદિર આવેલ છે. કાલાવડ તાલુકાના નવા રણુજા ખાતે દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. આગામી 24થી 26 સપ્ટેમ્બર સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 દિવસીય ભાતિગર મેળો યોજાઈ રહ્યો છે. મેળાના સ્ટોલ માટે 14 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી કાલાવડ મામલતદાર કચેરી ખાતે અરજી કરવાની રહેશે. લોકમેળામાં ખાણીપીણીના તથા અન્ય પ્લોટ ડ્રોથી ફાળવવામાં આવશે. ડ્રો 20 સપ્ટેમ્બરના સવારે 11 વાગ્યે કાલાવડ મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે. કાલાવડ આજુબાજુ વિસ્તારના લોકો તેમજ સમગ્ર હાલાર પંથકમાંથી લોકો અહીં મેળામાં આવતા હોય છે ત્યારે લોકોને પૂરતું મનોરંજન મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાતા જન્માષ્ટમી મેળા બાદ બીજા નંબરનો કાલાવડના રણુજા ગામમાં યોજાતો મેળો છે.