ભાવનગર: મહાનગરપાલિકાને ટકોર કરવા માટે મુંબઈની ગુજરાતી વિચાર મંચ આવી પહોંચ્યું હતું. રસપ્રદ વાત છે કે કદાચ કોઈ ગુજરાતીને ખ્યાલ નહિં હોય. હા દુકાનો, રેસ્ટોરન્ટ કે સરકારી કોઈ પણના નામ માત્ર અંગ્રેજી ભાષામાં રાખી શકાતા નથી. 2022માં રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરેલો હતો, જેમાં અંગ્રેજી નામ સાથે વધુ એક ભાષામાં નામ હોવું ફરજિયાત છે. આ પરિપત્રના પાલનની જવાબદારી મહાનગરપાલિકાઓની છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.
2022માં પરીપત્ર કે ગુજરાતી નામ ફરજિયાત
મુંબઇ ગુજરાતી વિચાર મંચ સંસ્થાના પીઆરઓ રાજેશ ચાવડાએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પછી ભાષાના આધારે રાજ્યો નિર્માણ આવ્યા અને દરેક રાજ્યમાં પોતપોતાની ભાષા સચવાઈ રહે એનું મુખ્ય ઉદ્દેશ્ય હતો. આપણા ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષા સચવાઈ રહે, જળવાઈ રહે.
આજે જ્યાં જોઈએ ત્યાં અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે. દુકાનોના નામ હોય, કે મલ્ટિપ્લેક્સ હોય, બેન્કવેટ હોલ હોય કે બેંકો હોય જે પણ સાર્વજનિક જગ્યાએ જ્યાં પણ જઈએ ત્યાં અંગ્રેજીમાં જ નામ જોવા મળશે. આ બાબતે ગુજરાત રાજ્ય સરકારે અમારા પ્રયત્નોથી 2022માં જે પરિપત્ર બહાર પાડ્યો છે કે, જેટલા પણ ગુજરાતના કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય ત્યાં ગુજરાતી ભાષાનો જ ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.
ગુજરાતની દરેક મહાનગરપાલિકાની જવાબદારી ફિક્સ
રાજેશ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ, જેમાં ભાવનગર પણ આવી જાય તેમને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે, તો આ બાબતે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શું કાર્ય કરવામાં આવી રહ્યું છે. લોકો કેટલા આગળ વધ્યા છે, કારણ કે હજી પણ ભાવનગરમાં જોવા જઈએ તો આજે પણ અંગ્રેજીનું પ્રમાણ દુકાનોના બોર્ડ માટે ઘણું બધું જોવા મળે છે. તો આ બાબતે કાર્યવાહીનો તાગ મેળવવા માટે હું કરીને ભાવનગર આવેલો છું.
ભાવનગરમાં સરકારી કચેરીઓમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થાય છે, પણ જે રીતે દુકાનો વગેરેમાં અંગ્રેજી ભાષામાં માત્ર નામ હોય જ્યાં ગુજરાતીમાં સાથે નામ નહીં હોવાથી મહાનગરપાલિકાને ટકોર ગુજરાતી વિચાર મંચે કરી છે. ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સુજીતકુમારે જણાવ્યું હતું કે, જે અરજદાર આવ્યા હતા તે બાબતે જણાવવા માંગુ છું કે 'કોર્પોરેશન જે કામગીરી કરે છે એના ઓફિશિયલ જે લેંગવેજ છે, કોર્પોરેશન પ્રીમાઇસીસમાં ગુજરાતી ભાષામાં પ્રયોગ કરીયે છીએ. સરકારી કચેરીમાં કોઈ વિષય નથી. તેમ છતાં કોઈ ધ્યાને આવશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું'.
પાલન ના થાય તો કેવી કાર્યવાહી
ગુજરાતી વિચાર મંચના પીઆરઓએ મૌખિક જણાવ્યું હતું કે, આ નિયમનું પાલન કોઈ દુકાનદાર, રેસ્ટોરન્ટ વગેરે ના કરે તો મહાનગરપાલિકા પ્રથમ કોઈ ઝડપાઇ તો દુકાનમાં જેટલા લોકો કામ કરતા હોય તેની ગણતરી સાથે દંડાત્મક કાર્યવાહી કરે છે. આમ ત્રીજી વખતે પણ પાલન ના થાય તો મહાનગરપાલિકા લાયસન્સ રદ કરી શકે છે. ત્યારબાદ પાલન ના થાય તો IPC એક્ટ નીચે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે.