ભરત બોઘરાએ ગોપાલ ઈટાલિયાને આપી ચેતવણી, સરદાર સાહેબના વંશજ સાથે ન જોડે - ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ
🎬 Watch Now: Feature Video
રાજકોટ ગુજરાત પ્રદેશ AAPના પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના વિરુદ્ધમાં અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ગોપાલ ઈટાલીયાએ જે શબ્દ પ્રયોગ કર્યો એનો જવાબ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ આપ્યો છે. આથી પાટીદાર સામે પાટીદાર નેતા મેદાને પડ્યા છે. બોઘરાએ ગોપાલ ઈટાલીયાને જવાબ આપતાં જણાવ્યું છે કે, સરદારના વંશજને પોતાની સાથે ન જોડે, હવે આવો શબ્દ પ્રયોગ થશે તો પાટીદારો રસ્તા પર ઊતરી જવાબ આપશે. બોઘરાએ જણાવ્યું છે કે, દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માતા એટલે હીરાબા, જેમની ઉંમર પણ 100 વર્ષ કરતાં વધારે છે. તેઓ રાજનીતિમાં ક્યાંય જોડાયેલા નથી, પરંતુ જે રીતે કેજરીવાલની ટોળી અને ગોપાલ ઈટાલીયાએ જે શબ્દ પ્રયોગ કર્યો છે એ ગુજરાતના સંસ્કાર નથી. ગુજરાતની કોઈ જ્ઞાતિના લોકો તેમના દુશ્મન નથી. કોઈપણની માતા સાથે આ પ્રકારના શબ્દ પ્રયોગ કોઈ કરી ન શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ગોપાલ ઈટાલિયાને ચેતવણી આપું છું કે તેમની હિન્ન કક્ષાની રાજનીતિ માટે તો આ પ્રકારના શબ્દ પ્રયોગ કરીને સરદાર સાહેબના વંશજ એટલે પાટીદાર સમાજ સાથે ક્યારેય ન જોડે. આ પાટીદાર સમાજના સંસ્કારો નથી. પાટીદાર સમાજનો યુવાવર્ગ, પાટીદાર સમાજના વડીલો અને માતા બહેનો આ વાતથી નારાજ છે, દુઃખી છે. તેમજ ગોપાલ ઇટાલિયાની વાતનો સખત વિરોધ કરે છે. આવો કોઈપણ પ્રકારના શબ્દ પ્રયોગ ગોપાલ ઈટાલિયા કરવાની હિંમત કરશે તો આ પાટીદાર સમાજ રોડ પર ઉતરીને તેના વિરોધનો જવાબ આપશે. Vulgar language against the Prime Ministermother Patidar community upset Gujarat AAP President Gujarat BJP Vice President
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST