thumbnail

Banaskantha News : યુપીના નાયબ સીએમ બ્રિજેશ પાઠકે મા અંબાજીના દર્શન કરી પીએમ મોદી વિશે શું કહ્યું જૂઓ

By

Published : Jun 13, 2023, 8:50 PM IST

અંબાજી : ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન બ્રિજેશ પાઠક ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ખ્યાતનામ શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા આવી પહોંચ્યાં હતાં. ઉત્તર પ્રદેશના નાયબ સીએમ બ્રિજેશ પાઠક અંબાજી મંદિરે મા અંબાજીના દર્શન કરવા આવતાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે કુમકુમ તિલક કરીને તેમનું સ્વાગત કર્યુ હતું. 

માતાજીની કપૂર આરતી કરી:  યુપી નાયબ સીએમ બ્રિજેશ પાઠકે અંબાજી મંદિરના નિજ મંદિરમાં પૂજા અર્ચના સહિત કપૂર આરતી કરી માતાજીના આશીર્વાદ મેળવ્યાં હતાં. આ તકે મંદિરના પૂજારી દ્વારા બ્રિજેશ પાઠકને માતાજીની ચૂંદડી ઓઢાડીને આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યાં હતાં. 

વિવિધ મુદ્દે આપ્યાં જવાબ : મા અંબાજીના દર્શન બાદ બ્રિજેશ પાઠક માતાજીની ગાદી ઉપર જઇને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધાં હતાં અને તેમના હસ્તે રક્ષાપોટલી બંધાવી હતી. અંબાજીમાં ઉત્તર પ્રદેશના નાયબ સીએમ બ્રિજેશ પાઠકે દેશનાં પીએમ મોદી મોદી દ્વારા થયેલા વિકાસકાર્યોની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે પીએમ મોદીએ દેશમાં નહી પણ દુનિયામાં પ્રસિદ્ધિ મેળવી છે. દેશમાં તમામ ધાર્મિક સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે. 

પીએમ નજર રાખી રહ્યાં છે : સાથે તેમણે બિપરજોય વાવાઝોડાને લઇ નિવેદન આપતાં જણાવ્યું હતું કે તમામ હોસ્પિટલોને એલર્ટ કરાઇ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ વાવાઝોડાની ગતિવિધિ ઉપર સતત નજર રાખી રહ્યા છે.

  1. Baba Bageshwar: પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ શક્તિપીઠ અંબાજી ધામની મુલાકાત લીધી
  2. Ambaji Temple: અંબાજી મંદિર પરિસરમાં કાંચના બ્રિજ ઉપર ચાલવાની યાત્રિકો લઇ રહ્યા છે મજા
  3. Ambaji Temple: અનોખું શક્તિપીઠ, જ્યાં મોદીથી લઈ બીગ બી સુધીના મહાનુભાવો કરી ચૂક્યા છે દર્શન, જાણો વિશેષ મહિમા

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.