ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમની જળ સપાટીમાં થયો ભયજનક વધારો - Dantiwada Dam on which River
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સમાન દાંતીવાડા ડેમ Dantiwada Dam પાંચ વર્ષ બાદ છલોછલ ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટી આજે રૂલ લેવલ સુધી પહોંચવાની તૈયારીમાં હોવાથી ડેમના દરવાજા ખોલવા માટે સિંચાઈ વિભાગ તૈયારીઓ કરી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં હાલ 599.50 ફૂટ જેટલું પાણી ભરાયું છે. ડેમની રૂલ લેવલ સપાટી 600 ફૂટ છે જ્યારે ડેમની Dantiwada Dam on which River ભયજનક સપાટી 604 ફૂટ જેટલી છે. દાંતીવાડા ડેમના અધિકારીઓના Rain in banaskantha today જણાવ્યા મુજબ હાલમાં ડેમમાં 21000 ઉપરાંત ચાલુ છે. તેમજ રાજસ્થાનમાં ભારે વરસાદ Weather Banaskantha Gujaratહોવાથી પાણીની આવક વધી રહી છે જેથી ડેમની રૂલ લેવલ સપાટીએ પાણી પહોંચે ત્યારે દરવાજા ખોલી જેટલી પાણીની આવક હશે તેટલુ પાણી નદીમાં છોડવામાં આવશે અને રૂર લેવલ સપાટી જાળવી રાખવામાં આવશે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં સતત પાણીની સપાટી વધી રહી છે. જેને લઇ દાંતીવાડા ડેમ પર લોકોના મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST