ડીસામાં આશા કાર્યકરોએ ચક્કાજામ કર્યો, રોડ ક્લીયર કરતાં પોલીસને નાકે દમ - ડીસા કોંગ્રેસ અગ્રણી પોપટજી દેલવાડીયા
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા રાજ્યના આરોગ્ય વિભાગમાં હેલ્થ કાર્યકર તરીકે ફરજ બજાવતા આશા કાર્યકરો પોતાની પડતર માંગણીઓ મામલે છેલ્લા કેટલાક એક અઠવાડિયાથી હડતાળ પર છે. તેમાં છતાં સરકારના પેટનું પાણી ન હલતા આજે બનાસકાંઠાના ડીસામાં આશા કાર્યકરોએ રેલી યોજી ચક્કાજામ કરતાં એક કલાક સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. ડીસામાં આશા વર્કરોએ ચક્કાજામ કર્યો એનું કારણ જાણીએ. આશા કાર્યકરોને પૂરતું વેતન ન મળવાની સમસ્યા તેમજ સરકાર પાસે આશા વર્કરોની માગણીઓની રજૂઆત છતાં કોઈ નિકાલ આવતો નથી. ત્યારે આશા કાર્યકરો વિવિધ સ્વરૂપે આંદોલન કરી રહી છે. ડીસામાં સરદારબાગ ખાતે આશા કાર્યકર બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી અને ડીસા કોંગ્રેસ અગ્રણી પોપટજી દેલવાડીયા સહિત આગેવાનોના નેતૃત્વમાં રેલી યોજી ટ્રાફિક રોકી ચકાજામ કર્યો હતો. આશા કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરતા ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે આશા કાર્યકર બહેનોને ત્યાંથી પોલીસ લાઈન સુધી લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ભારે ટ્રાફિક જામ થઈ જતા પોલીસને ટ્રાફિક પૂર્વવત કરતા એક કલાકનો સમય લાગ્યો હતો. Asha Workers Agitation in Deesa , Demand of Asha Workers to Government , Traffic Jam at Sardarbaug , Deesa Congress Leader Popatji Dekvadiya
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST