કેજરીવાલે ખેડૂતો અને માછીમારોની સમસ્યાને લઈને કરી ચર્ચા - Farmers Problem in Dwarka

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 3, 2022, 5:51 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

પોરબંદર દ્વારકા ખેડૂતોને મળવા જતા પહેલા દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના કેન્દ્રીય અધ્યક્ષ કેજરીવાલ પોરબંદર ઍરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં ખેડૂતો અને માછીમારો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને પાકના ભાવમાં અન્યાય થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં ફસાયેલ ભારતીય માછીમારોને છોડાવવા માટે અપીલ કરશે. ગઈકાલે દિલ્હીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ દ્વારકાની મુલાકાત લીધી હતી. આ સાથે આમ આદમી પાર્ટીના ખેડૂતોને લઈને શું શું પ્લાન છે, કઈ કઈ ગેરંટીઓ છે. સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગઈ કાલે જણાવ્યું હતું કે આપ પાર્ટીના લોકો ખેડૂતો વચ્ચે ફરી રહ્યા છે. જે જે ખેડૂતોની સમસ્યા છે તે તમામ સમસ્યા ને લઈને આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ કેવી રીતે સમાધાન કરવા આવશે તે બાબતે ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોમાં સૌથી મોટી દેવાની સમસ્યા છે. બીજી જ્યારે ખેડૂતોને પાક બાલી જાય છે કે નુકશાન પામે છે ત્યારે ખેડૂતો ઇન્શ્યોરન્સની કંપનીના ફેરા કરે છ. કોઈ વળતર નથી મળતું. આ સાથે ત્રીજી સમસ્યા જણાવતા કહ્યું હતું કે ખેડૂતોને પૂરતી કિંમત મળતી નથી. આમ ખેડૂતોની સમસ્યાઓ વિશે અરવિંદ કેજરીવાલ ખેડૂતો સાથે ચર્ચા કરશે. Problems Farmers and Fishermen in Dwarka Farmers Crop Price Problem Gujarat Free Indian Fishermen Trapped in Pakistan Farmers Problem in Dwarka AAP President Discussed Problems Farmers Fishermen
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.