અમરેલી ખેતીવાડી અધિકારીની હવામાન પલટા બાદ ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે માહિતી - Amreli agriculture officer
🎬 Watch Now: Feature Video
હવામાન વિભાગના (Meteorological Department Gujarat) જણાવ્યા બાદ અમરેલી ખેતીવાડી અધિકારી (Amreli Agricultural Office) દ્વારા ખેડૂતોને સાવચેતીના પગલે પાક નુકશાનની સમભાવના અંગે જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહીના પગલે (Weather of Amreli) અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તારીખ 16 થી 19 ડિસેમ્બર દરમિયાન અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જેને અનુસંધાને તકેદારીના ભાગ રૂપે ખેડૂતોએ તૈયાર ખેત પેદાશો તથા ઘાસ ચારાને સલામત સ્થળે ખસેડવા અથવા તે પાકને તાલપત્રીથી સુરક્ષિત રાખવા અનુરોધ પણ કરાયો હતો. જેમાં 3.43 હેકટર કપાસનું વાવેતર, 70 હજાર હેક્ટરમાં ચણાનું વાવેતર, 20 હજારમાં ઘઉંનું વાવેતર આમ કુલ રવી પાકોનું વાવેતર 1,39,000 જેટલું કરવામાં આવ્યું છે. જો કમોસમી વરસાદ પડશે તો રવી પાકોમાં નુકશાની થવાની સંભાવના રહેલી છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST