કુંવરજી બાવળિયાના નિવેદન પર અજિત પટેલ લાલ... - Kunwarji Bawaliya Suspended

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 25, 2022, 2:31 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

સુરત : અખિલ ભારતીય કોળી સમાજના (Akhil Bhartiya Koli Samaj) પ્રમુખ અજિત પટેલ દાદા ભગવાન મંદિર ખાતે આવ્યા હતા. જ્યાં અજીત પટેલે (Ajit Patel Statement Kunwarji Bawaliya) જણાવ્યું હતું કે, કુંવરજી બાવળિયા જે મીડિયામાં સ્ટેટમેન્ટ આપે છે કે અજીત પટેલ સાથે મારે સમાધાન થઈ ગયું છે. એ વાત ખોટી છે કોઈ સમાધાન થયું નથી. મારા પર કોઈનો ફોન આવ્યો નથી અને મે કર્યો પણ નથી. કુંવરજી બાવળિયાને મે સસ્પેન્ડ નથી (Kunwarji Bawaliya President Insulted) કર્યા જનરલ મીટીંગમાં આગેવાનોની હાજરીમાં સૌ ના મતે નિર્ણય લેવામાં આવ્યો છે અને સસ્પેન્ડ (Kunwarji Bawaliya Suspended) કરવામાં આવ્યા છે. અમારું જે સંગઠન છે એ કાયદેસર છે અને કુંવરજી બાવળિયાએ સંગઠન ઉભુ કર્યું છે. એમને ભાગલા પાડ્યા છે અને કોર્ટનું જજમેન્ટની રાહ જોઇએ કોણ સાચા પ્રમુખ છે એ ખબર પડી જશે તેવું જણાવ્યું હતું. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, દેશના રાષ્ટ્રપતિ દ્વારા તેઓને સુવર્ણ જયંતિ ઉજવણી મહોત્સવમાં હાજર રહેવાનું કીધું હતું. પરંતુ તેઓ હાજર નહિ રહી રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. જે રીતે સમગ્ર વિવાદનો મામલો છે એ શાંત પડવાની જ જગ્યા એ ચરમ સીમા પર પહોંચી રહ્યો છે અને કુંવરજી બાવળિયા અને અજીત પટેલ વચ્ચે અંતર વધી રહ્યું છે,એક બાજુ થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. જો ટૂંક સમયમાં સુખદ સમાધાન નહિ થાય તો કુંવરજી બાવળિયાની છાપને નુકશાન થઇ શકે છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.