Ahmedabad Rath Yatra 2023: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ - Patel performed the Pahind vidhi ceremony
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. આ વિધિ દર વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન કરતા હોય છે. પહિંદ વિધિ એટલે નગરનો રાજા સામાન્ય વ્યક્તિના પહેરવેશ પહેરીને રથની આસપાસની જગ્યાને સોનાની સાવરણીથી સફાઇ કરે. રથ જે રસ્તા પરથી પસાર થવાનો છે તે રસ્તાને સોનાની સાવરણીથી શુદ્ધ કરવાની વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પુરીમાં આ વિધિને છેરા પહેરા વિધિ તરીકે ઓળખવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. તેમની સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાજનોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી છે. ભગવાન જગન્નાથના રથને 250 ઘન ફૂટ સવનના લાકડાથી બનાવાયો છે. ભગવાનનો રથ હાઇટેક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. રથમાં આધુનિક સુરક્ષા માટેના સાધનો ફિટ કરવામાં આવ્યા છે. રથમાં 11 CCTV કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય કેમેરો નાઇટ વિઝન વાળો છે. સમગ્ર રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ અને 2 લાખ ઉપરણા પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે. આમ દરવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌ રાજ્યમાં એકતા, શાંતિ અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી. રથયાત્રા રૂટ પર પાણીના તેમજ પ્રસાદના સ્ટોલ લાગ્યા લાગ્યા છે. પાણીના સ્ટોલ પર કોર્પોરેશનની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. પાણીમાં ક્લોરાઇડ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. સવારે પોણા સાત વાગ્યે ભગવાનને રથમાં બેસાડી દેવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પહિંદ વિધિ કરશે. રથ મંદિરના પરિસરમાં બહાર નીકળશે. ભગવાન જગન્નાથના આંખે પાટા ખોલ્યા બાદ ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. હજારો કિલો સુકો મેવો નાખી ખીચડી તૈયાર કરવામાં આવી છે. જે મંદિરે દર્શન કરવાં આવતાં ભાવિ ભક્તોને આપવામાં આવે છે. અંદાજીત 1.50 લાખ વધુ લોકો ખીચડીના પ્રસાદનો લાભ લેશે.વહેલી સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ સવારની મંગળાઆરતીમાં ભાગ લીધો હતો. સવારે 7.00 વાગ્યે રથ ધીમે ધીમે મંદિરની બહાર નીકળવાનું શરૂ થયું હતું. ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા શરૂ થઈ હતી. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ આ રથયાત્રામાં જોવા મળ્યો છે.
TAGGED:
Ahmedabad Rath Yatra 2023