Ahmedabad Rain : અમદાવાદમાં રોડ પર પસાર થતો નાગરિક અચાનક ભુવામાં ખાબક્યો, માંડ માંડ જીવ બચ્યો - અમદાવાદમાં ચોમાસામાં ખાડા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2023/640-480-18962835-thumbnail-16x9-ahmedabad.jpg)
અમદાવાદ : અમદાવાદ જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે થોડા દિવસ પહેલા એક ભુવો પડ્યો હતો. જ્યાં ભુવાની ફરતે બેરીકેટ લગાવવામાં ન આવતા શનિવારના રોજ ભારે વરસાદ પડવાને કારણે પાણીની સમસ્યાઓ સામે આવી હતી. જેના કારણે ચાલુ વરસાદે ત્યાંથી પસાર થતા એક સ્થાનિક નાગરિક અચાનક ભુવામાં ખાબક્યો હતો. જેની સમગ્ર ઘટના એક CCTV કેમેરામાં કેદ થઈ હતી, પરંતુ તે વ્યક્તિને તરતા આવડતું ન હોવાથી ભુવામાંથી હાથ બહાર કાઢતા આસપાસના લોકોએ ખેંચીને બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. જેનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ જોવા મળી રહ્યો છે.