Ahmedabad Rath Yatra 2023 : આ વર્ષે રથયાત્રામાં માર્શલ આર્ટે જમાવ્યું આકર્ષણ - અમદાવાદ રથયાત્રામાં પોલીસનો બંદોબસ્ત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 20, 2023, 2:32 PM IST

અમદાવાદ : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદમાં જોરશોરથી શરૂ થઈ હતી. ભાવ ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આ વખતે પહેલી વખત માર્શલ આર્ટ રથયાત્રામાં જોવા મળ્યું હતું. જેનાથી લોકોમાં એક પ્રકારનું આકર્ષણ ઊભું થયું હતું. જોકે, દર વખતે બોડીગાર્ડીની આખી ટીમ રથયાત્રામાં ભાગ લેતી હોય છે. જુદા જુદા અખાડાઓ પણ ભાગ લેતા હોય છ, ત્યારે આ વખતે માર્શલ આર્ટ લોકોમાં આકર્ષણ ઉભું કર્યું હતું.

રથયાત્રા અવનવી વસ્તુ મળી જોવા : ઉપરાંત આ વખતે અખાડાના ભાઈઓએ ચાલું વાહન પર સીડી પર અંગકસરતના દાવ કર્યા હતા. જ્યારે એમના સાથી મિત્રોએ બાવડાં ફૂલાવીને પ્રદર્શન કર્યું હતું. જય જગન્નાથના નાદ સાથે રથયાત્રા શરૂ થઈ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને યાત્રાને પ્રસ્થાન કરાવી હતી, આ સાથે રાજ્યની પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના પણ કરી હતી. આ રથયાત્રામાં કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વખતે રથયાત્રામાં બાબા બાગેશ્વરના ટેટુ અને જી20 સમીટનો પ્લોટ ખાસ આકર્ષણ રહ્યું હતું. જોકે, પ્લોટ તૈયાર કરનારાઓએ જી20 સમિટની મુખ્ય ઝાંખી કહી શકાય એવી તમામ વાત આવરી લીધી હતી.

અંગકસરતના દાવ : સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. જ્યાં અંગકસરતના દાવ થઈ રહ્યા હતા, ત્યાં વિશેષ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. જ્યારે જુદી જુદી ટુકડીઓને રથયાત્રા સાથે ચાલવા આદેશ અપાયો હતો. ખાસ રાજસ્થાન રાજ્યના જયપુરથી RAF ટુકડીને બોલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે ત્રણ વાગ્યાથી ભાવિ ભક્તો મંદિરે પહોંચી ગયા હતા અને હાલ પણ હજુ ભક્તો સતત આવી રહ્યા છે. લોકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગન્નાથની વહેલી સવારે મંગળા આરતી તેમજ પહિંદ વિધિની કરીને યાત્રાને આગળ વધારવામાં આવી હતી.

  1. Ahmedabad Rath Yatra 2023: જગતના નાથ આજે નગરચર્યાએ, ભક્તો લેશે વધામણા, રંગેચંગે નીકળશે રથયાત્રા
  2. Ahmedabad Rathyatra 2023: અમિત શાહ જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે, 75 કરોડના પ્રોજેક્ટો ખુલ્લા મુકશે
  3. Valsad Rathyatra 2023: વલસાડમાં 28મી જગન્નાથ યાત્રા નીકળશે, ધાર્મિક કાર્યક્રમમાં વાતાવરણ ન બગાડવા પોલીસની અપીલ

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.