એજન્ટના નામે RTOનું કામ કરાવવા માગતા હોવ તો થઈ જજો સાવધાન - Ahmedabad Bogus document in RTO
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરમાં બે એજન્ટોએ મળીને ગાડીને લોન કેન્સલ અને અન્ય કામગીરી કરાવવા માટે મૂળ માલિકના ઘરનું બોગસ લાઈટ બીલ બનાવી RTOમાં જમા કરાવી દીધું હતું. જોકે તપાસમાં બોગસ ડોક્યુમેન્ટ હોવાનું ખુલતા મોટર વાહન નિરીક્ષકે (Vehicle Forgery Agents in Ahmedabad) ફરિયાદ નોંધાવતા બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. રાણીપ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ બન્ને શખ્સોના નામ વસીમ કછોટ અને રિયાઝ મન્સૂરી છે. બન્ને આરોપીઓએ ભેગા મળી બોગસ ડોક્યુમેન્ટના ખરા તરીકે ઉપયોગ કરીને RTOમાં (Bogus Document in RTO) વાહનની કામગીરી માટેની એપ્લીકેશનમાં લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવાની કામગીરી કરી હતી. જેમાં આરોપીઓએ લાઈટ બીલ અપલોડ કર્યું હતું. જે લાઈટ બીલની ખરાઈ મોટર વાહન નિરીક્ષક કરતા તે બનાવટી હોવાની જાણ થઈ હતી. તેને લઈને અમર વ્યાસ નામના મોટર વાહન નિરીક્ષકે રાણીપ પોલીસ મથકે બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે બન્ને આરોપીઓએ (Agent Case in Ahmedabad) અગાઉ કોઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે RTOના કામ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST