નડિયાદમાં ડેટા એન્ટ્રીના નામે કરોડોની છેતરપિંડી આચરનાર ઠગ પતિ પત્ની કયાંથી ઝડપાયા? - નડિયાદમાં ડેટા એન્ટ્રી
🎬 Watch Now: Feature Video
નડિયાદની માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ(Master Digital Technology Pvt) નામની ફ્રોડ કંપની ચાલતી હતી. જેમાં અંદાજિત 21000 લોકોએ 25 થી 90000ની ID બનાવી 150 કરોડ જેટલી રકમ જમા કરાવી હતી. જેટલી વધારે રકમ જમા કરાવો તેટલુંજ વધારે વળતર (Banaskantha LCB)મળશે તેવી લોભામણી જાહેરાત કરતા લોકોએ જોયા જાણ્યા વગર આ કંપની રોકાણ કરતા ગયા. શરૂઆતમાં સારું વળતર આપ્યા બાદ છેલ્લા ત્રણ માસથી લોકોના પૈસા આવવાના બંધ થઈ જતા આખરે હોબાળો મચ્યો હતો. કંપનીના સંચાલકો ફરાર (Fraud Company in Nadiad)થઈ ગયા હતા જેમાં રોકાણકારોએ તપાસ કરતા માત્ર બે વર્ષ માજ(Data Entry Fraud in Gujarat)કંપનીના સંચાલકે લોકો સાથે કરોડોની ઠગાઈ કરી ફરાર થઈ જતા નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં બાતમીને આધારે ધાનેરા બોર્ડર પરથી લોકલ ક્રાઇમ બ્રાંચે આ ઠગ કંપનીના માલિક રાહુલ વાઘેલા અને તેની પત્નીને ઝડપી લીધા હતા.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST