ટ્રાવેલિંગ બેગમાં MD ડ્રગ્સ પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળીને લાવનાર આરોપીને પોલીસે ઝડ્પ્યો
🎬 Watch Now: Feature Video
સુરત મુંબઈથી ટ્રાવેલિંગ બેગમાં 800 ગ્રામ MD ડ્રગ્સ પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળી ચાદરમાં છુપાવીને લાવનાર આરોપીની સરોલી પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 80 લાખનો MD ડ્રગ્સ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના છેવાડે આવેલ નિયોલ ચેકપોસ્ટ પાસેથી સરોલી પોલીસે એસી લાખનો એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે. મોહમ્મદ અહેમદ ઉર્ફે મોનુ ની ધરપકડ કરાઈ છે. જે હાલ મુંબઈના ધરાવી વિસ્તારમાં રહે છે. અગાઉ તે રાંદેરમાં રહેતો હતો. જેના કારણે તે રાંદેરના ડ્રગ્સ માફીયાના સંપર્કમાં હતો. આરોપી મોહમ્મદ અહેમદ મોનું મુંબઈથી ટ્રાવેલિંગ બસમાં આવ્યો હતો. સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમર એ જણાવ્યું હતું કે, ડ્રગ્સ નાબૂદી માટે સુરત પોલીસ સજ્જ છે. આરોપી MD ડ્રગ્સ મુંબઈથી લક્ઝરી બસમાં લઈને આવ્યો હતો અને ચેકપોસ્ટ પહેલા ઉતરી ગયો હતો. રાંદેરમાં રહેતા ડ્રગ્સ માફિયાને આ ડ્રગ ડિલિવરી આપવાનો હતો. તે પહેલા જ સરોલી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. Surat MD Drug Saroli Police Surat Niyol Checkpost of Surat MD Drugs in Traveling Bag from Mumbai Accused brought MD drugs wrapped in plastic Surat Saroli Police
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST