વાસદ ચોકડી પર અકસ્માત, નેશનલ હાઈવે 48 પર આઈઆરબી ડમ્પરની ટક્કરથી યુવાનનું મોત - વાસદ ચોકડી પર અકસ્માત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 1, 2022, 4:51 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

વાસદ ચોકડી પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત ( Accident on Vasad Cross Road NH 48 )સર્જાયો હતો. IRB ના ડમ્પર ( IRB Dumper Accidents) અને સ્કૂટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું કમકમાટીભર્યું મોત (Accidental Death in Anand Sep 2022 ) નીપજ્યું હતું. મૂળ રાજૂપુરા ગામનો રહેવાસી યુવક નંદેસરીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મૃતક યુવાન કિશન ઉર્ફે કમલેશ પરમાર ગુરુવારે સવારે કોઈ સબંધીના બેસણામાં જવા તેની માતા સાથે એક્ટીવા લઇને નીકળ્યો હતો. ત્યારે વાસદ પાસે હાઇવે પર IRB ડંપરની ટક્કર વાગતા કિશન પરમારનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. કિશનના મોત નીપજ્યા બાદ પરિવાર પર આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.