CGA Vishalbhai Bhojak Interview : ''જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યા સદાકાળ ગુજરાત'' આ વાક્યને સાચા અર્થમાં CGA સાર્થક કર્યું છે : વિશાલભાઇ ભોજક - CGA Vishalbhai Bhojak Interview
🎬 Watch Now: Feature Video
Published : Oct 26, 2023, 8:31 AM IST
|Updated : Oct 26, 2023, 9:33 AM IST
હૈદરાબાદ : 'સાઈબરાબાદ ગુજરાત એસોસિએશન' ના અકાઉન્ટન્ટ વિશાલભાઇ ભોજકએ ઈટીવી ભારત સાથેના તેમના ઇન્ટરવ્યુમાં તેમને CGA દ્વારા વર્ષ દરમિયાન કયા પ્રકારના કાર્યક્રમમો હાથ ધરવામાં આવે છે, તેના વિશેની માહિતી આપી હતી. તેમને કહ્યું કે, CGA ગ્રુપ આમ તો છેલ્લા 11 વર્ષથી અવિરત છે અને તેઓ છેલ્લા છથી સાત વર્ષથી તેની સાથે સંકળાયેલા છે. CGA વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ કરતું હોય છે, જેમાં નવરાત્રિ, ઉતરાયણ, પિકનિક વગેરે...
સ્વાર્થ વગર લોકો જોડાય છે : વિશાલભાઇએ વધુંમાં જણાવ્યું કે CGAને સતત આગળ વધારવામાં તમામ હૈદરાબાદમાં વસતા એક-એક ગુજરાતીઓનો ફાળો રહેલો છે. ગ્રુપમાં જોડાયેલ તમામ સભ્યો પોતાનો અંગત સ્વાર્થ રાખ્યા વગર પોતાની ભુમિકા અદા કરે છે. CGA ગ્રુપના તમામ કાર્યક્રમ એ પ્રકારના હોય છે કે, ગુજરાતની યાદ આવવા દેતા નથી. અહિંજ ગુજરાત જેવું જ વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. જે લોકો હૈદરાબાદ છોડીને અન્ય રાજ્યમાં શિફ્ટ થયા છે, તેઓ હજી પણ CGAના કાર્યક્રમોને યાદ કરે છે.