CGA Mukesh Savalia : 'CGA'ને એક વટવૃક્ષ બનાવવાનો સિંહ ફાળો હૈદરાબાદમાં વસતા ગુજરાતીઓનો છે : મુકેશભાઇ સાવલીયા - CGA
🎬 Watch Now: Feature Video
Published : Oct 27, 2023, 8:28 AM IST
હૈદરાબાદ : 'સાઇબરાબાદ ગુજરાત એસોસિએશન' ના કમિટી મેમ્બર મુકેશભાઇ સાવલીયાએ ઇટીવી ભારત સાથેની વાતચિતમાં CGAને એક નાનટકા છોડથી મોટા વટવૃક્ષ તરફ લઇ જવામાં કોનો ફાળો રહેલો છે, તેના વિશેની માહિતી આપી હતી. તેમને જણાવ્યું કે, આજથી 11 વર્ષ પહેલા એક નાનકડી પહેલ કરવામાં આવી હતી અને આજે આ મુહિમ મોટા પાયે ઉભરી રહી છે. હૈદરાબાદમાં વસતા તમામ ગુજરાતી લોકો પણ CGAના નેજા હેઠળ થતા પ્રોગ્રામમાં જોડાવા હમેશા તત્પરતા દાખવે છે. લોકોના સાથ સહકારથી આજે આ 11માં વર્ષમાં પ્રવેશ કર્યો છે, તેની તમામ લોકોને ખુબજ ખુશી છે. બસ આવિ રીતે તમામ લોકોને સાથે લઇને ચાલવાનો અનેરો અવસર મળતો રહે તેમાંજ CGAની મોટી ખુશી છે.