Jagannath Rath Yatra 2023: ભગવાન જગન્નાથને 500 ગ્રામ ચાંદીની ગાય અર્પણ કરવાની અનોખી પ્રથા - Jagannath Rathyatra 2023
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2023/640-480-18789551-thumbnail-16x9-.jpg)
અમદાવાદ : ભગવાન જગન્નાથની 146 ની રથયાત્રાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જય બજરંગ યુવક મિત્ર મંડળ ગ્રુપ દ્વારા ભગવાન જગન્નાથને 500 ગ્રામની ગાય અર્પણ કરવામાં આવી છે. પ્રમૂખ દિનેશભાઈ વાઘેલા ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા દસ વર્ષથી દર વર્ષે પોતાની શ્રધ્ધા અને આસ્થાથી ભગવાન જગન્નાથને ચાંદીની ગાય અર્પણ કરી રહ્યા છીએ. આ વર્ષે પણ અમે એજ ભાવથી ભગવાન જગન્નાથ ચાંદીની ગાય અર્પણ કરી રહ્યા છીએ. આ વર્ષે પણ ખૂબ જ મોટો ઉત્સાહ થવા જઈ રહ્યો છે અને અમદાવાદ માટે પણ આજે સૌથી મોટો તહેવાર ગણી શકાય છે. જેમાં તમામ ધર્મના લોકો આ રથયાત્રામાં જોડાય છે.
Last Updated : Jun 19, 2023, 4:40 PM IST