Snake Viral Video : સુત્રાપાડા પોલીસ મથકમાં પોલીસનો પરસેવો છૂટ્યો, શું થયું જુઓ આ વાયરલ વિડીયોમાં... - Gir Somnath Forest Department
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2023, 1:15 PM IST
ગીર સોમનાથ : સુત્રાપાડા પોલીસ મથકમાં ગત રાત્રિના સમયે એક અજીબ બનાવ બન્યો હતો. જેના કારણે પોલીસ સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગત રાત્રે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં અચાનક એક સર્પ પ્રવેશી ગયો હતો. સાપને જોઈને ફરજ પર હાજર રહેલા પોલીસકર્મીઓમાં ભારે હડકંપ મચી જવા પામ્યો હતો. અચાનક પોલીસ મથકમાં પ્રવેશ કરીને નાગરાજે પોલીસના સ્ટેશનના ટેબલ પર આસન જમાવ્યું હતું. જેને જોઈને પોલીસ કર્મચારીઓ પણ ભારે ભયભીત બન્યા હતા.
ઉડતો સાપ : પોલીસ સ્ટેશનના ટેબલ પર આસન જમાવી બેસેલા સર્પને જોઈને કોઈ આગળ આવવાની હિંમત નહોતું કરી રહ્યું. પરંતુ આખરે એક પોલીસ કર્મચારીએ હિંમત એકઠી કરીને લાકડી આગળ કપડું બાંધી પોલીસ સ્ટેશનમાં આસન જમાવેલા નાગરાજને ધીમે ધીમે દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજિત ત્રીસ મિનિટ જેટલી મહેનત બાદ આખરે સાપ પોલીસ મથકમાંથી બહાર નીકળ્યો હતો. જોકે આ સાપની ચાલવાની રીત પણ અનોખી હતી. આ સમગ્ર બનાવ કોઈએ પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કર્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સાપ અને પોલીસના આ વિડીયોને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.