બિસ્કિટના પેકેટમાંથી નીકળી જીવતી ઈયળ, પ્રતિષ્ઠીત બિસ્કિટ કંપનીની ગુણવત્તા પર ઉઠ્યા સવાલો
🎬 Watch Now: Feature Video
સુરત: માંગરોળ તાલુકાના મોસાલી ગામની મુખ્ય બજારમાં આવેલી કરિયાણાની એક દૂકાનમાંથી ગ્રાહકે ખરીદેલ પારલેજી કંપનીના 20-20 બિસ્કીટમાં જીવતી ઈયળ નીકળી હતી. જેને લઇને ગ્રાહકે આ બાબતે દુકાનદારનું ધ્યાન દોર્યું હતું. સુરતના ઓલપાડના કીમ ગામના વસુ ભરવાડ નામના વ્યક્તિ કામ અર્થે માંગરોળ કોર્ટમાં ગયા હતા, તે દરમિયાન મોસાલી બજારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં તેમણએ પારલેજી કંપનીનું 20-20 બિસ્કીટ લીધું હતું. આ બિસ્કીટ માંથી જીવતી ઈયળ નીકળતા તેઓ ચોંકી ગયાં હતા અને તેમણે આ અંગે તુરંત દુકાનદારનું ધ્યાન દોર્યું હતું. ત્યારે દુકાનદારે તે બિસ્કીટનું પેકેટ લઈને તેમને નવું પેકેટ આપ્યું હતું. જોકે, સવાલ અહીં એ થાય છે કે, આટલી મોટી બિસ્કીટ કંપનીના પેકેટ માંથી જો આ રીતે ઈયળ નીકળતી હોવાની ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે.