કારગીલ મુલાકાતે ગયેલા PM સામે જવાનોએ લલકાર્યું અમે ગુજરાતી લહેરીલાલા.. - PM Narendra Modi News
🎬 Watch Now: Feature Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે દેશની જુદી જુદી બોર્ડર (kargil border India-Pakistan) પર જઈને દિવાળીનો ઉત્સવ મનાવે છે. આ વર્ષે વડાપ્રધાન મોદીએ કારગીલમાં જઈ દેશના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. પણ આ મુલાકાતની (PM Modi Kargil Visit) ખાસ વાત એ હતી કે, જ્યારે તેઓ કારગીલમાં ફરજ બજાવી રહેલી બટાલિયનને મળ્યા ત્યારે એમાંથી એક ગ્રૂપ ગુજરાતનું (Kargil Gujarat Jawan Group) હતું. જેમણે વડાપ્રધાન મોદી સામે ગુજરાતીમાં ગીત લલકાર્યા હતા. ખાસ કરીને જ્યારે ગુજરાતી લહેરી લાલા...ગીત લલકાર્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચપટી વગાડીને એમનો સાથ આપ્યો હતો. આ ગીત પૂર્ણ થયા બાદ તેમણે આ ગ્રૂપને એવું પણ પૂછ્યું હતું કે, તમે સૌ ગુજરાતી છો? એ સમયે જવાનોએ પોતાના ગામના નામ બોલીને ગુજરાતી તરીકે પરીચય આપ્યો છે. આ વીડિયો વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST