જામનગરના મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક મોકડ્રિલ યોજાઈ - નેશનલ ઓઇલ સ્પીલ ડિઝાસ્ટર આકસ્મિક પ્લાન
🎬 Watch Now: Feature Video
Published : Nov 26, 2023, 5:01 PM IST
જામનગર : ભારતીય કોસ્ટ ગાર્ડે 25મી નેશનલ ઓઇલ સ્પીલ ડિઝાસ્ટર આકસ્મિક પ્લાન (National Oil Spill Disaster Contingency Plan) અંગે ગુજરાત ખાતે સજ્જતા બેઠક યોજી હતી. આ બેઠકમાં ડિરેક્ટર જનરલ રાકેશ પાલ, PAL, PTM, TM, ડિરેક્ટર જનરલ ઇન્ડિયન કોસ્ટગાર્ડ, અધ્યક્ષ, વિવિધ મંત્રાલયો, સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્નમેન્ટ, બંદરો અને ઓઇલ હેન્ડલિંગ કંપનીઓના 80થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
મધદરિયે મોકડ્રીલ યોજાઇ : પાણીમાં તેલ છલકાતા આકસ્મિકતાને જવાબ આપવા માટે સામૂહિક સજ્જતા સુનિશ્ચિત કરવાના સામાન્ય હેતુ સાથેની રાષ્ટ્રીય ક્ષમતાઓની બેઠક દરમિયાન સમીક્ષા કરવામાં આવી હતી. આજે કોસ્ટગાર્ડ દ્વારા જામનગરના દરિયામાં ઓઇલ સ્પોઇલ અંગે મેગા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં કોસ્ટગાર્ડની શીપ અન્ય એક વિશાળ શીપ, હેલીકોપ્ટર, સ્પીડ બોટ વગેરે જોડાયા હતા અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.